મોરબી : ખેતરમાં બકરા ચરાવવાની ના કહેતા ખેડૂતને કુહાડીનો ઘા ઝીંક્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ખેતરમાં બકરા ચરાવની ના પાડતા ખેડૂતને કુહાડીનો ઘા મારવામાં આવ્યો

મોરબીના ફાટસર ગામે ખેડૂત તેના ખેતરમાં બકરા ચરવાની નાં પાદ્તા તેના પર આરોપીએ કુહાડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોધાય

બનવાની મળતી વિગત મુજબ મોરબી તાલુકના ફાટસર ગામે રેહતા રઘુવીરસિંહ લખુભા ઝાલાએ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે કે ગઈકાલે બપોરના સમયે જયારે રઘુવીરસિંહ પોતના ખેતર હતા ત્યારે તેના જ ગામમાં રેહતા નાનાજી દેવાભાઈ રબારી પોતના બકરા લઇ અને ચરાવ નીકળ્યા હતા જેમાં તે ફરિયાદની ખેતરમાં બકરા ચરાવતા હતા તેમાં ફરિયાદે આ બાબતે ના પાડતા આરોપીએ નાનજીભાઈ ગુસ્સ થઇ અને ફરિયાદીને પેહલા અપશબ્દ કહી અને કુહાડી વડે તેમના પર હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ નાસી ગયો હતો ઘવાયેલા ખેડૂત ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ અગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી હતી જેની વધુ તપાસ તાલુકા પી.એસ.આઈ આર.એ. જાડેજા ચલાવી રહ્યા છે 

Comments
Loading...
WhatsApp chat