Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી મોઢ વણિક મહાજન સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

મોઢ વણિક વિદ્યાર્થી મંડળ મોરબીની સ્થાપનાને ૭૮ વર્ષ પૂર્ણ થયા હોય જે અવસરે રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી તારલાઓને સમાજના અગ્રણીઓના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવેલ.

મોઢ વણિક વિદ્યાર્થી મંડળ મોરબી દ્વારા સમાજની વાડી ખાતે યોજાયેલા વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેજી થો ધોરણ ૧૨ સુધીના ૫૦ જેટલા તેજસ્વી તારલાઓને શિલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોઢ વણિક મહાજન મોરબીના પ્રમુખ પરેશભાઈ વજરિયા, ટ્રસ્ટી હરેશભાઈ મહેતા, ઉપપ્રમુખ ભાવેશભાઈ મહેતા, મંત્રી દેવાંગભાઈ પારેખ, સહમંત્રી હરેશભાઈ પારેખ, ખજાનચી પરાગ કે પારેખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે અને જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો કરવામાં આવી રહ્યા છે તે ઉપરાંત મોઢ વણિક મહિલા મંડળ મોરબી દ્વારા મહિલા વિકાસ કાર્યો જેવા કે નવરાત્રી ઉજવણી, પ્રવાસ અને વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે મહિલા મંડળના અલ્કાબેન મણીયાર, નીતાબેન મણીયાર અને હેતલબેન પારેખ તેમજ આરતીબેન દોશીની ટીમની પ્રવૃતિઓને આ પ્રસંગે બિરદાવવામાં આવી હતી તેમજ પત્રકારોને પણ સન્માનિત કરવામાં આવેલ તેમ વિમલભાઈ ગાંધીની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat