મોરબી : તપોવન વિદ્યાસંકુલ-જેતપરમાં ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન અને બિઝનેશ ટાઈકૂન એવોર્ડનું આયોજન

 

તપોવન વિદ્યાસંકુલ – જેતપર (મોરબી) ખાતે દરેક બાળકની સુષુપ્ત શક્તિઓને ખીલવવા, યોગ્ય રસ્તે કેળવણી સાથે શિક્ષણ આપવા, ભણતરની સાથે ગણતર આપવા, સ્પર્ધાત્મક સમયમાં સ્પર્ધા સામે ટકી રહેવા સહિતના ઉમદા હેતુઓથી વિશ્વમાં ભારતને ગર્વ અપાવે તેવી ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન “હમારા ભારત-મેરા ભારત” અને “બિઝનેસ ટાઈકુન એવોર્ડ -2023”નું આયોજન કરેલ હતું જેમાં 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજુ કરી હતી

IIM:-Indian Institute of Management

– ભારતની નં –1 શૈક્ષણિક સંસ્થા*

SBI :- સ્ટેટ બેંક ઓફ ઈંડિયા

– ભારતની નં-1 સરકારી બેંક

HDFC :- હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઈનાંસિયલ કોર્પોરેશન

– ભારતની નં–1 ખાનગી બેંક

RBI:- ભારતીય રિઝર્વ બેંક

– ભારતની તમામ બેંકોની બેંક, નાણા છાપનાર

SEBI:- સિક્યુરીટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા

– ભારતીય શેરબજારનું સંચાલન કરતી સંસ્થા

અટલ ટનલ:- પહાડ કોતરીને બનાવેલ ભારતની સૌથી લાંબી ટનલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી:- સરદાર પટેલનું અખંડ ભારત બનાવવાનું વિરાટ કાર્ય બદલ બનાવવામાં આવેલ પ્રતિમા.

સર્વોચ્ચ અદાલત:- ભારતના બંધારણનો અમલ કરાવનાર સંસ્થા.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ:- ભારત સરકાર દ્વારા જેમનું નિર્માણ કાર્ય ચાલુ છે .તે ભારત દેશની વિશ્વની સૌથી મોટી સંસદ બેઠક વ્યવસ્થા.

કેદારનાથ :- હિંદુ ધર્મની આસ્થાનું પ્રતિક ચારધામોમાં સૌથી મુખ્ય ધામ.

આધુનિક ખેતીનાં પ્રણેતા :-ઈઝરાયેલની સંપોષિત ખેતી

સ્માર્ટ સીટી :- વિશ્વનો સૌથી મોટો ડિજીટલ પ્રોજેક્ટ

-100 શહેરોને સ્માર્ટ બનાવવા માટે 7 લાખ કરોડ રૂપિયાનું બજેટ

અવકાશ :- સતીષ ધવન સ્પેશ સ્ટેશન.

-અવકાશ ક્ષેત્રે દુનિયા નાં Top-5 દેશમાં ભારતનું સ્થાન.

ઓઝોન :-

-મનુષ્ય જીવનનું રક્ષા કવચ.

– સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવતું વાયુનું આવરણ.

હાઇડ્રો પાવર પ્લાન્ટ :-

– જળઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર.

– NHPC ભારતની નં-1 જળવિદ્યુત ઉત્પાદક કંપની.

ઉપર્યુક્ત પ્રોજેક્ટ ની સાથે બીજા ઘણાં બધાં પ્રોજેક્ટ જુદાં-જુદાં વિભાગોમાં જેમ કે વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, વાણિજ્ય, અર્થશાસ્ત્ર વગેરે ક્ષેત્રોમાં પ્રોજેક્ટ તૈયાર કરી વિદ્યાર્થીઓએ પ્રેઝનટેસનઆપ્યું હતું.

આશરે 10 થી 12 હજાર લોકોએ મુલાકાત કરી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. તપોવન વિદ્યાસંકુલના પ્રમુખ જીતુભાઈ વડસોલા અને તપોવન પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ દરેક વાલીઓ અને આજુબાજુના દરેક ગામના લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat