મોરબી : જનવિકાસના પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને તાકીદ

જનવિકાસને સ્પર્શતા પ્રશ્નો ધારાસભ્યોશ્રી તેમજ પદાધિકારીઓ દ્રારા રજુ થતા હોય તેનો સત્વરે યોગ્ય નિકાલ કરવા અને  જરૂર પડે ત્યારે પદાધિકારીઓ સાથે સંકલન કરી પ્રશ્નો હલ કરવા ચુસ્ત પણે સુચનાનો અમલ કરવા અધિકારીઓને આજે મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે માકડીયાએ જણાવ્યું હતું

બેઠકમાં કલેકટરએ મોરબી જિલ્લામાં ચાલતી બિન અધિકૃત ખનીજ ખનન અને મોટાપાયે વાહનોમાં થતી હેરફેર પ્રવૃતિ અંગે ધારાસભ્યોની  રજુઆત અંગે તાકિદે સબંધિત અધિકારીઓને ટીમો બનાવી કડક ચેંકીગ ઝુંબેશ હાથ ધરવા અને સખ્ત કાર્યવાહી કરવા જણાવ્યું હતું

જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં યોજાયેલ બેઠકમાં કલેકટરએ નગરપાલીકા ચીફ ઓફીસરને વધુમાં જણાવ્યું હતુ કે નગરપાલીકાના પ્રશ્નો હલ કરવા સરળતા રહે તે માટે સંકલનની બેઠક અગાઉ અલાયદી રીતે ધારાસભ્યો, સાસંદોના સંકલનમાં રહી પ્રશ્નોની ચર્ચા અને સમીક્ષા કરી લેવા જણાવ્યું હતું

આ સંકલન બેઠકમાં શિક્ષણ, રોડ રસ્તા, ભૂર્ગભગટરના, શહેરી સ્ટીટ લાઇટ, નદી સફાઇ, માળીયા પુલ રીપેરીંગ દરમ્યાન ડાયવર્ઝન પુલની નજીકમાં કરવા,  ચેકડેમ રીપેરીંગ, પાણી વહેણના વગેરે પશ્નો ધારાસભ્યઓ દ્રારા રજુ થયા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  એસ.એમ. ખટાણા, ધારાસભ્યો   બ્રિજેશભાઇ મેરજા, મહમદજાવિદ પીરઝાદા, પરસોતમભાઇ સાબરીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક  અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર  કેતન પી. જોષી. તેમજ જીલ્લાના જુદી જુદી કચેરીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા

 

Comments
Loading...
WhatsApp chat