મોરબી એલીટ સાયન્સ કોલેજ પ્રથમ વર્ષે જ યુની. ટોપ-ટેનમાં

મોરબીની શિક્ષણક્ષેત્રે જાણીતી એલીટ સાયન્સ કોલેજનું બી.એસ.સી. નું પ્રથમ વર્ષ હતું.ત્યારે બીજા સેમેસ્ટરનું ૧૦૦ % પરિણામ આવ્યું છે.મોરબીના પ્રથમ ત્રણ ક્રમ અ કોલેજના વિધાર્થીઓ છે જેમાં રાણીપા હાર્દિક ૮૭.૦૯ % સાથે સૌ.યુની. માં આઠમા ક્રમે રહ્યો છે અને મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે જ્યારે શેરસીયા અયાજ ૮૫.૬૪ % સાથે જીલ્લમાં દ્રિતીય અને કાસુન્દ્રા શશીકાંત ૮૪.૫૫% સાથે જીલ્લામાં તૃતીય આવ્યા છે.તેજસ્વી વિધાર્થીઓને કોલેજના સંચાલક કલોલા સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat