



મોરબીના ડીવાયએસપી કે.બી.ઝાલાએ ૩૬ વર્ષ સુધી પોલીસ વિભાગમાં ફરજ બજાવ્યા બાદ તેઓ સેવા નિવૃત થતા નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, મીઠા ઉદ્યોગ અગ્રણી દિલુભા જાડેજા, તેમજ વિવિધ ક્ષેત્રના રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને ડીવાયએસપી કે.બી.ઝાલાને નિવૃતિની શુભકામનાઓ પાઠવી હતી. નિવૃત્તિ સમારોહમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્યકાર ગોવિંદભાઈ પાલિયા, અનુભા ગઢવી અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ મહેમાનોને મોજ કરાવી હતી.

