


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મોરબી નગરપાલિકા દ્વારા કામધેનું પાર્ટી પ્લોટ પાછળ આવેલી આવાસ યોજના સાઈટ ખાતે ૬૮૦ આવાસો બનાવાઈ રહ્યા છે જેમાં તૈયાર થયેલા આવાસની ફાળવણી માટે આજે ડ્રો યોજવામાં આવ્યો હતો જેમાં ૪૯૦ લાભાર્થીઓને ડ્રો દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવી હતી
આ તકે માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, પાલિકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા તેમજ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા અને તેમજ કાઉન્સિલર જયરાજસિંહ જાડેજા અને ભજપ અગ્રણી ભાવેશભાઈ કણઝારીયા તેમજ પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન આજે સાકાર થયું હતું. આવાસ ફાળવણીનું ઉદ્ઘાટન બાળાના હસ્તે કરાયું હતું જયારે દીપ પ્રાગટ્ય લાભાર્થી મહિલાઓના હસ્તે કરી સમારોહનો શુભારંભ કરવામાં આવ્યો હતો
આવાસની સંખ્યા કરતા ફોર્મની સંખ્યા ઓછી
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને ઘર વિહોણા પરિવારને ઘરના ઘર આપવા સરકારની યોજના ચાલે છે જોકે આવાસ યોજનાના કુલ તૈયાર થનાર ક્વાર્ટર કરતા ફોર્મની સંખ્યા ઓછી જોવા મળી હતી અને ૪૯૦ લોકોએ જ ફોર્મ ભર્યા હોય જે તમામને આજે આવાસ ફાળવી દેવાયા છે
સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ જ ના પાઠવ્યું
મોરબી પાલિકામાં ભાજપનું શાસન છે જયારે મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય તરીકે કોંગ્રેસના બ્રિજેશભાઈ મેરજા ચૂંટાઈ આવ્યા હોય જેથી સમારોહમાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે આજે આવાસ યોજનાના સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશભાઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યું ના હતું અને ધારાસભ્યની ઉપસ્થિતિ વિના જ આવાસ યોજનાની ફાળવણી કરવામાં આવી હતી

