



ગીરસોમનાથ જીલ્લાના કોડીનારના ગીરદેવડી ગામના રહેવાસી લીલીબેન હમીરસિંહ જાદવ (ઉ.વ.૫૩) વાળા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર વાહન નં જીજે ૦૩ બીટી ૭૮૯૯ ના ચાલકે ડમ્પર ફરિયાદીની અલ્ટો કારના પાછળના ભાગે ઠોકર મારી અકસ્માત સજર્યો હતો જેમાં ફરિયાદીને ઈજાઓ પહોંચી છે જયારે ડમ્પરચાલક વાહન છોડી નાસી ગયો હોવાનું જણાવ્યું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે



