મોરબી : હાઈવે પર ટ્રેઇલર પાછળ ડમ્પર ઘુસી ગયું, ડમ્પર ચાલક-ટ્રેલરના ક્લીનરના કરુણ મોત

ઋષભનગરમાં યુવાનનો અગમ્ય કારણોસર આપઘાત

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રક પાછળ ટ્રેઇલર ઘુસી જતા બેના મોત થયા છે જે મામલે તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના રહેવાસી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા ઈશ્વરભાઈ રમેશભાઈ કચ્છીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર નં જીજે ૦૩ બીવી ૮૯૦૧ ના ચાલકે ડમ્પર પુરઝડપે ચલાવી ટ્રેઇલર નં જીજે ૧૨ બીવી ૨૦૩૮ પાછળ ભટકાડી ફરિયાદીને ઈજા પહોંચાડી હતી તેમજ અકસ્માતમાં ટ્રેઇલરના ડ્રાઈવર ગુડુભાઈ જવાહરભાઈ યાદવ ઊવ ૨૦) વાળાને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું છે જયારે અકસ્માતમાં ડમ્પર ચાલક દલસુખભાઈ સોમાભાઈ વાઘેલા રહે. દેવસર ચોટીલા વાળાનું મોત થયું હતું પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભનગર વિસ્તારના રહેવાસી મેહુલ દિનેશ બરાસરા (ઊવ ૨૧) નામનો યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે. પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat