Billboard ad 1150*250

મોરબી પંથકમાં બાળક સહીત ડૂબી જતા બેના મોત

0 393

મોરબી-વાંકાનેર હાઈવે પરના શક્તિ ચેમ્બર નજીકમાં પાણીના ખાડામાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા બી ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે મૃતક યુવાનની ઓળખ થઇ સકી ના હતી. મૃતક યુવાન રખડતો ભટકતો ૨૫ વર્ષનો યુવાન હોવાનું જાણવા મળ્યું હતું જેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. તેમજ મૃતક યુવાન માનસિક અસ્થિર હોવાનું પણ પોલીસને સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું. બી ડીવીઝન પોલીસે યુવાનના મૃતદેહને પી.એમ.માટે હોસ્પીટલે ખસેડી તેની ઓળખ મેળવવા વધુ તપાસ આદરી છે.જયારે બીજા બનાવામાં મોરબીના આમરણ(જી) પાસે પાણીના વોંકડામાં ડુબી જવાથી ખીમ બાબુભાઇ ભરવાડ(ઉ.૧૩)નું મોત થયું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat