કાશ્મીરમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકની પુત્રીને મોરબીના તબીબે નવજીવન આપ્યું

તાજેતર મા મોરબી મા એવી ઘટના બની જેની માહીતી મેળવ્યા બાદ દરેક વ્યક્તિ અચરજ પામી જશે તેમજ ઈશ્વર પર ની તેમની શ્રધ્ધા અને વિશ્વાસ અતુટ રહેશે. શ્રીમદ્ ભગવતગીતામા ભગવાને કહ્યુ છે કે કર્મ કરતા રહો, સત્કર્મ ક્યારેય વ્યર્થ જતુ નથી. આ જ બાબત ની પ્રતિતી મોરબીમા જોવા મળી છે.

મોરબી ના રહેવાસી એવા દીનેશ ભાઈ જીલરીયા કે જેઓ ભારતીય સેનામા ફરજ બજાવી રહ્યા છે. દુશ્મન તરફથી થતા હુમલાઓ તેમજ ગોળીબારનો સતત વળતો જવાબ આપી રહ્યા છે. તેઓ જમ્મુ કાશ્મીરમા ફરજ બજાવી રહ્યા છે.આ બહાદુર વીર જવાન માતૃભુમિની રક્ષા કાજે લડી રહ્યા છે ત્યારે તા.૩૦-૭-૨૦૧૭ ના રોજ કાશ્મીર ની એમ.એચ. હોસ્પીટલમા તેમના ઘરે દીકરી નો જન્મ થયો ત્યાર બાદ તેમના પત્નિ અને નવજાત બાળકીને મોરબી ખાતે સ્થળાંતરિત કરી આ વીર જવાન આજે પણ પોતાની ફરજ સરહદ પર બજાવી રહ્યા છે ત્યારે તેમની ૧૦ માસ ની બાળકી તપસ્વી ને ગત્ તા. ૧૬-૫-૨૦૧૮ ના રોજ ભારે તાવ તેમજ શ્વાસની તકલીફ ને લીધે મોરબી સ્થિત સ્પર્શ બાળકોની હોસ્પીટલ મા તેના મામા રજનીશ ભાઈ જારીયા તેમજ માસા નિલેશ ભાઈ ગરચર લાવ્યા હતા

ત્યા ડો. મનિષ ભાઈ સનારીયા એ પરિસ્થિતીની ગંભીરતા સમજી રીપોર્ટ કરાવતા બાળકીને ન્યુમોનિયા તેમજ ફેફસામા રસી તેમજ પાણી ભરાઈ ગયેલ છે તેવુ સામે આવ્યુ હતુ. ત્યારે બાળકી ને ૩ દીવસ પી.આઈ.સી.યુ. (P.I.C.U)મા ઓક્સીજન પર રાખવા મા આવેલ તેમજ નેબ્યુલાઈઝર અને એન્ટી બાયોટીક્સ દ્વારા સારવાર કરવા મા આવેલ.
ડો. મનિષ ભાઈ સનારીયા દ્વારા બાળકી ને ૧૫ દીવસ ની સઘન સારવાર આપવા મા આવેલ તેમજ રાજકોટ ના પેડીયાટ્રીક સર્જન નો પણ ઓપીનીયન લેવામા આવેલ.

૧૫ દીવસ ની સારવાર બાદ ચિ.તપસ્વી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ હતી. દીકરી સ્વસ્થ થતા માતા નીતા બેન દીનેશભાઈ જીલરીયા સહીત ના પરિવાર જનો એ રાહત નો શ્વાસ લીધો હતો.. ડોક્ટર નુ કર્તવ્ય દર્દી ની સારવાર કરવા નુ છે પરંતુ આ કીસ્સો સામાન્ય કીસ્સાઓ થી અલગ છે કેમકે આ કીસ્સા મા બાળકી ની આ ગંભીર બિમારી ની જાણ સરહદ પર દુશ્મનો સામે વીરતાથી લડતા તેના પિતાને આજદીન સુધી કરવામા આવી ન હતી તે ઉપરાંત બાળકી લશ્કર ના સૈનિક ની હોય રાષ્ટ્ર ભાવના પ્રગટ કરવા ના હેતુસર ડો. મનિષ ભાઈ સનારીયા એ ૧૫ દીવસ ની સઘન સારવાર વિનામુલ્યે અર્પણ કરી હતી.

આ અંગે ડો. મનિષ ભાઈ સનારીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે બાળકી ના પિતા દેશ માટે ઘર પરિવાર ત્યાગી શકે તો હું એમની દીકરી ની સારવાર માટે મારી ફી ન ત્યાગી શકુ? પરોક્ષ રીતે દેશ સેવા નો મોકો પ્રાપ્ત થયો તે બદલ તેઓ ઈશ્વર નો આભાર વ્યક્ત કરે છે. ભવિષ્ય મા પણ કોઈ પણ સૈનિક ના પરિવારજનો ના બાળકો ની સારવાર પણ સ્પર્શ બાળકો ની હોસ્પીટલ મા તદન વિનામુલ્યે કરવા મા આવશે તેમ અંત મા જણાવ્યુ હતુ.

Comments
Loading...
WhatsApp chat