મોરબીના તબીબોએ કેરળ પુરપીડિતો માટે બે લાખનું ફંડ એકત્ર કર્યું

મોરબીના તબીબોએ કેરળ પુર પીડિતોની મદદ કરવા માટે ફંડ એકત્ર કરવાનો નિર્ણય કર્યો હોય અને રૂ. ૨ લાખનું ફંડ એકત્ર કરીને આરએસએસને સોપવામાં આવી છે જે ફંડ આર એસ એસ દ્વારા કેરળ પુરપીડિતોની સહાયમાં વાપરવામાં આવશે

આરએસએસ સેવા ભારતી સંસ્થા દ્વારા કેરળના પુરપીડિતો માટે ફંડ એકત્ર કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં મોરબીના ડોકટરોએ રૂ. ૨ લાખ રૂનું અનુદાન આપીને માનવતાને મહેકાવી છે સાથે જ સમાજના બધાજ વ્યવસાયી સંગઠનો આ રીતે મદદ કરતા થાય તો પીડિતોને બેઠા થતા વાર ન લાગે. જેથી તમામ લોકો હોનારત પીડિતોની મદદ માટે યથાશક્તિ અનુદાન આપે તેવી અપીલ કરી હતી

વધુમાં જણાવ્યું છે કે મોરબીના લોકોએ પૂર, વાવાઝોડું તથા ધરતીકંપની અસરો અનુભવેલી છે. અને મોરબી જયારે મુસીબતમાં આવે છે ત્યારે અનેક લોકો મદદ કરવા દોડી આવ્યા હતા જેથી હાલ કેરળ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ત્યારે મોરબીને ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર મળ્યો છે. જેથી મોરબીવાસીઓને યથાશક્તિ પ્રમાણે કેરળના પુર પીડિતો માટે મદદ પહોંચાડવી જોઈએ તેવી અપીલ કરી છે

Comments
Loading...
WhatsApp chat