મોરબીના તબીબે વિશાખાપટ્ટનમમાં નેશનલ કોન્ફરંસમાં લેકચર આપ્યું




તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ-વિદેશના નિષ્ણાંત ડોકટરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જે નેશનલ કોન્ફરન્સમાં મોરબીના તબીબે હાજરી આપી તેમજ લેકચર આપીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.
વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલ ઓલ ઈન્ડીયા નેશનલ કોન્ફોરન્સમાં મોરબીનું ગરુવ એવા કાન નાક ગળા ના નિષ્ણાંત તબીબ ઓમ હોસ્પીટલ વાળા ડો. હીતેશ ભાઈ પટેલ દ્વારા આ કોન્ફોરન્સમા બાળકોને આવતા ચક્કરના કારણો તેમજ નિદાન વિષય પર સૌધ્ધાંતિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ કોન્ફોરન્સમા નેશનલ તેમજ ઈન્ટરનેશનલ સ્પીકર્સ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના તબીબ ડો. હીતેશ ભાઈ પટેલે નેશનલ કોન્ફોરન્સમા પસંદગી પામી તેમજ ઉત્કૃષ્ટ લેકચર આપીને મોરબીનુ ગૌરવ વધાર્યુ છે.



