


હિન્દૂના ગુજરાતી કૅલેન્ડર મુજબ વર્ષનો છેલ્લો દિવસ છે. લોકો તેમના ઘરને દીવાથી સજ્જ કરે છે, દેવી લક્ષ્મીને આવકારવા માટે તેમના ઘરના પ્રવેશદ્વાર આસોપાલવના તોરણ બાંધે છે.અને માં લક્ષ્મીની પૂજા અર્ચના કરી પરિવારમા સમૃદ્ધિ અને સફળતા આવે તેવી પ્રાર્થના કરે છે. પૂજા સમાપ્ત થઈ જાય તે પછી, લોકો, ખાસ કરીને બાળકો અસંખ્ય ફટાકડા ફોડે છે.મોરબી માં પણ લોકોએ દીપવલીની ધામધૂમથી ઉજવણી કરી અતિયારના આધુનિક યુગમાં લોકો ચોપડા પૂજન સાથે સાથે લેપટોપની પણ પૂજા કરવામાં આવ્યું છે.તેમજ આવતીકાલ ના રોજ નવાવર્ષ નિમિતે એક બીજાના ઘરે જઈને આવનારું નવું વર્ષ સુખી સંપન્ન રહે અને ગાજર પરિવાર ની ઉન્નતિ માટે શુભકામના પાઠવે છે.