


રાજ્યભરના તલાટી મંત્રીઓ પડતર પ્રશ્નોના ઉકેલની માંગને લઈને લડત ચલાવી રહ્યા છે જેમ આજે તલાટીઓએ હાથમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો
મોરબી જીલ્લાના તલાટીઓએ અગાઉ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવી હતી અને પ્રશ્નો ના ઉકેલાય તો વિરોધના કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આજે જીલ્લામાં ફરજ બજાવતા તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવશે