મોરબી જીલ્લામાં નવા તલાટીમંત્રીની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ

૫૫ તલાટીમંત્રીની આંતરિક બદલીના આદેશ

રાજ્ય સરકાર દ્વારા તલાટી મંત્રીને લેવાયેલી પરીક્ષા સામે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીને પગલે મોરબી જીલ્લામાં તલાટીમંત્રીની ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી જોકે કોર્ટમાંથી અરજદારે અરજી પરત ખેંચી લેતા તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયા આડેનો અવરોધ દુર થતા જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ તલાટી મંત્રીની ભરતી પ્રક્રિયા શરુ કરી છે. જીલ્લામાં ૧૦૦ નવા તલાટીની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં આજે બોલાવેલા પૈકીના ૭૦ તલાટી હાજર થતા તેમને જે તે ફરજ પરના ઓર્ડર ડીડીઓ દ્વારા આપી દેવામાં આવ્યા છે અને બાકીના તલાટીની ભરતી પણ ચાલુ જ છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે તે ઉપરાંત આજે મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા ૫૫ તલાટી મંત્રીની આંતરિક બદલીના પણ આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવી ભરતીથી તલાટીની ખેંચ પૂર્ણ થશે જેથી ગ્રામ્ય પંથકમાં લોકોના કામો ઝડપથી થઈ શકશે.

Comments
Loading...
WhatsApp chat