મોરબી જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડની અમદાવાદ બદલી

મોરબી જિલ્લા એસપી તરીકે કરણરાજ વાઘેલા

લાંબા વખતથી જે ચર્ચા ચાલી રહી હતી તે સાચી સાબિત થતા આજે રાજ્યના 45 ips અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડની અમદાવાદ ઝોન 1 ના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ તરીકે બદલી કરવામાં આવી છે
રાજ્યના પોલીસ તંત્રમાં બદલીનો વધુ એક રાઉન્ડ અંગે આજે સાંજના સમયે ઓર્ડર કરવામાં આવ્યા હતા જેમાં 15 થી વધુ જિલ્લા એસપી સહિત રાજ્યના 45 ips અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડની બદલી અમદાવાદ ઝોન 1 ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ તરીકે કરાઈ છે જ્યારે રાજકોટ ઝોન 2 માં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ તરીકે ફરજ નિભાવતા ડો. કરણરાજ વાઘેલાની મોરબી જિલ્લા એસપી તરીકે બદલી કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat