

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છેકે, નવી પેન્શન યોજનાને નાબૂત કરી, ફરી 2004 પહેલા ચાલતી જુની પેન્શન યોજના શરૂ કરવા તેમજ સાતમો પગાર પંચનો લાભ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોને આપવાની માંગ કરી છે. તેમજ નવી પેન્શન યોજનામાં સુધારા કરી નવી સૂચી પ્રમાણે 1 જાન્યુઆરી 2016 થી લાગુ કરવા અને ” સમાન કામના આધાર પર સમાન વેતન ” કરી અન્ય આવી શિક્ષકોની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય પ્રરમ્ભિક શિક્ષા આયોગનું નિર્માણ કરવા સમગ્ર પ્રાથમિક શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી ઇસુબભાઈ પરમાર, રાજયના આગેવાન શૈલેષભાઇ સાણજા સહિતના શિક્ષક સંઘના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.