Billboard ad 1150*250

મોરબી જીલ્લાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ત્રણ પોલીસકર્મીઓને મુખ્યમંત્રીને હસ્તે ચંદ્રક એનાયત

0 242
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્યમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ૧૬૮ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવા માટે સમારોહ યોજાયો હતો જેમાં વર્ષ ૨૦૧૪ બાદથી વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓમાં મોરબીના ત્રણ પોલીસ કર્મચારીઓને પણ રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા

Post ad 2
Post ad 3

        મોરબી જીલ્લાના ત્રણ પોલીસ કર્મચારીઓ ને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા જેન્તીલાલ ધનજીભાઈ ડામોરને વર્ષ ૨૦૧૫ ની સાલમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો જયારે પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને વર્ષ ૨૦૧૬ માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો તેમજ એસઓજીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ પટેલને વર્ષ ૨૦૧૮ માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો

        મોરબી જીલ્લાના ત્રણ પોલીસ કર્મચારીઓને આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અલંકૃત કરાયા હતા અને મોરબી પોલીસ માટે આ ક્ષણ ગૌરવવંતી બની રહી છે

રાષ્ટ્રપતિ એવોર્ડથી મોરબી જીલ્લાના પોલીસ કર્મીઓને નવાજવામાં આવેલ પોલીસ કર્મચારીઓને રાજકોટ રેંજ ડીઆઈજી સંદીપસિંહ, જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાએ શુભેચ્છાઓ પાઠવી છે અને તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી છે   

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat