


મોરબી જીલ્લા પ્રભારી અને હળવદ પટેલ સમાજના આગેવાન વલ્લભાઇની કારને અકસ્માત નડ્યો હતો જો કે સદનસીબેવલ્લભભાઈને કોઈ જાનહાની થઇ ન હતી.
મોરબી જિલ્લાના પ્રભારી, ભારતીય જનતા પાર્ટીના જીલ્લા ઉપપ્રમુખ અને હળવદ પટેલ સમાજના આગેવાન વલ્લભભાઈ પટેલ ઘાગ્રધાં થી હળવદ તરફ આવી રહયા હતા ત્યારે ગુરુકુલ નજીક તેમની આઈ ટવેન્ટી કાર આડી ગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો.ગાય આડી ઉતરતા તેને બચાવવા જતા કાર પલટી મારી ગઈ હતી. કાર પલટી મારી જતા કારમાં મોટી નુકશાની થઇ હતી પણ સદનસીબે વલ્લભભાઈ પટેલ ને કોઈ જાનહાની થઇ ન હતી

