



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મહિલાઓ સાથે સડક પર છેડતી, રોમિયોના ત્રાસથી મહિલાઓને મુક્તિ મળે અને મહિલાઓ પોતાનું રક્ષણ જાતે જ કરી સકે તેવા હેતુથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા મહિલાઓને સ્વ રક્ષણ તાલીમ આપવા માટે જુડો અને કરાટે શિબિર યોજાઈ રહી છે જેમાં મોટી સંખ્યામાં બહેનો તાલીમ મેળવી રહી છે
સુરક્ષા સેતુ સોસાયટી મોરબી જીલ્લા દ્વારા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસના સહયોગથી કરાટે નિષ્ણાંત મનીષ અગ્રાવતના માર્ગદર્શન હેઠળ મહિલાઓને જુડો અને કરાટેની ૧૫ દિવસની તાલીમ શિબિર શરુ કરવામાં આવી રહી છે શહેરની મહિલા કોલેજ ખાતે આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં બહેનો જુડો અને કરાટેનું માર્ગદર્શન બ્લેક બેલ્ટ મનીષ અગ્રાવત પાસેથી લઇ રહ્યા છે જેથી મહિલાઓ પોતાની તેમજ અન્ય મહિલાઓની સુરક્ષા કરી સકે અને આવારા તત્વો સામે લડવા માટેનો આત્મ વિશ્વાસ તેમનામાં જાગે તેવા ઉદેશ્યથી શિબિર યોજાઈ રહી હોવાનું જણાવ્યું હતું



