મોરબી જિલ્લા દેશી દારૂ વેચાતા ઈસમો પર પોલીસની તવાઈ, 9 ઈસમો ઝબ્બે




મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા 9 ઈસમો ઝડપાયા છે.
પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી દિનેશભાઇ મંગાભાઇ શિયાર શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં-૧ના ખુણા પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૮ કી. રૂ.૧૬૦/- નો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો. બીજા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી ગોદાવરીબેન ગજાભાઇ સાતોલા ઇન્દીરાનગર મંગલમ વિસ્તાર પાસે પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્લા. ની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૩૨ દારૂ લીટર-૦૮ કી.રૂ.૧૬૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી.
ત્રીજા કિસ્સામાં મોરબીમાં આરોપી નિલેશભાઈ નાગજીભાઈ દેગામા લીલાપર રોડ પર વિલસન પેપરમીલ પાસે પ્લાસ્ટીકની થેલીમાં કેફી પ્રવાહી દેશી પીવાના દારૂની ૬ લીટરની ક્ષમતા વાળી કોથળી નંગ-૩૦ દેશીદારૂ લી-૦૬ કિ.રૂ.૧૨૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી સાહીલભાઈ કાળુભાઈ દલપૌત્રા વાંકાનેર મીલપ્લોટ મચ્છો માતાજીના મંદીર પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૪ કિં.રૂ.૮૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.
પાંચમા કિસ્સામાં વાંકાનેરમાં મહિલા આરોપી સાયરાબેન ઉમેદભાઈ રાજા લીંબાળા ધાર પાસે દેશી દારૂ ની કોથળીઓ નંગ-૨૦ દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઈરાદે રાખી હાજર મળી આવી હતી. છઠ્ઠા કિસ્સામાં ટંકારામાં મહિલા આરોપી ગિતાબેન દામજીભાઇ ઉર્ફે ડાલ્યો વાઘેલાઅમરાપર રોડ દેવીપુજકવાસ પાસે દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે પોતાના કબજા મા એક કાપડની થેલીમા દેશી દારુ આશરે લીટર ૦૫ કિ.રૂ. ૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમાંથી મળી આવી હતી.
સાતમા કિસ્સામાં માળીયામાં આરોપી ફારૂક દિલાવરભાઇ જેડા માળીયા મીમચ્છુ નદીના બેઠા પુલ પાસે પોતાના કબ્જામાંકેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૩૫દેશી દારૂ લી.૦૭ કિ.રૂ.૧૪૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. આઠમા કિસ્સામાં હળવદમાં આરોપી નિતેશભાઈ ડાયાભાઈ સીતાપરા પંચમુખી ઢોરામાં પોતાના રહેણાક મકાન પાસે દેશીદારુ લીટર ૨ કી રૂ ૪૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો.
નવમા કિસ્સામાં હળવદમાં આરોપી પ્રેમજીભાઇ દેવજીભાઇ ડેડાણીયા પલાસણ ગામ થી ડેમ સાઈડ વિસ્તાર મા ગુદાવાળા મેલીડીમાતાજી તરીખે ઓળખાતી સીમમાં પોતાના કબ્જા ભોગવટાવાળી જાહેર જગ્યામા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૦૦ કિ.રૂ.૪૦૦/- રાખી કુલ મુદામાલ કી.રૂ.૪૦૦/- રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવ્યો હતો.
આ 9 કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

