Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા પંચાયતમાં કોંગેસ ના સદસ્યો કોંગ્રેસ સદસ્યો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દ્વારા આજે કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જે ટેકનીકલ કારણોસર મોકૂફ રહી હતી જોકે કારોબારી બેઠકમાં આવેલા કારોબારી સમિતિના સદસ્ય સરોજબેન વિડજા, ગીતાબેન દુબરિયા, હેમાંગભાઈ રાવલ ,હસમુખભાઈ મુછડિયા, રેખાબેન પટેલ, સહિતના આઠ સદસ્યોએ જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, પ્રમુખ સોનલબેન જાકાસણીયા સહિતના ૧૪ સદસ્યો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા. પત્રકાર માહિતી આપતા કોંગ્રેસના જ સદસ્યોએ કહ્યું હતું કે જીલ્લા પંચાયતમાં છેલ્લા દોઢ વર્ષના ગાળામાં જે બિનખેતી ફાઈલો મજુર કરવામાં આવી છે જેમાં અંદાજે ૧૨૫૦ એકર જમીન બિનખેતી કરવા માટે ૧૪ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવમાં આવ્યો છે. તો આ બાબતે ૮ સદસ્યો પ્રદેશ સુધી રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી અને આ ૧૪ સદસ્યો ને લીધે કોંગ્રેસ છબી ખરડાય રહી છે તો આ બાબતે કારોબારી સમિતિના ચેરમેન કિશોર ચીખલીયા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સાબિત કરી દે  તો જાહેરજીવન છોડી દેશે. કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર કરતા નથી. કારોબારી બેઠક ઓપન કારોબારી સમાન હોય છે.

Comments
Loading...
WhatsApp chat