મોરબી જીલ્લા પંચાયતનું અંદાજપત્ર કારોબારી બેઠકમાં રજુ, જાણો બજેટ વિષે વધુ

મોરબી જીલ્લા પંચાયતનું આગામી વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજુ કરતા પૂર્વે આજે કારોબારી સમિતિની બેઠકમાં બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫૨.૩૨ લાખની બંધ સિલક સાથેનું ૬૦૩.૮૦ કરોડનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને ડીડીઓ એસ.એમ.ખટાણાના અધ્યક્ષસ્થાને આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં જીલ્લા પંચાયતનું વર્ષ ૨૦૧૭/૧૮ અને ૨૦૧૮/૧૯ આગામી વર્ષનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૧૫૬.૩૬ લાખનું ૩૫૨.૩૬ લાખની બંધ સિલક સાથેનું બજેટને કારોબારી સમિતિની મંજુરીની મહોર લગાવવામાં આવી હતી જેમાં ૮૫૩.૮૧ લાખની ખુલતી સિલક અને ૩૫૨.૩૨ લાખની બંધ સિલક સાથે ૩.૦૨ કરોડની અંદાજીત આવક દર્શાવવામાં આવી છે.

તો તે ઉપરાંત કારોબારી સમિતિની બેઠકમાં કુલ ૨૨ બિનખેતી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો હતો. રહેણાક, અને વાણીજ્ય હેતુની ફાઈલો મળીને કુલ ૨૨ બિનખેતી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ આગામી વર્ષના અંદાજપત્રને કારોબારી સમિતિની મંજુરી મળી છે જે બજેટ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજુ થશે.

 

Comments
Loading...
WhatsApp chat