


મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ પદે દેવેન્દ્રસિંહ જાડેજાની કામગીરી અને વિદ્યાર્થી માટે ની લડત જોતા તેમની સામે સંગઠનમાં કોઈએ ઉમેદવારી નોંધાવી ના હતી અને જિલ્લા પ્રમુખપદે તેઓ બિનહરીફ વરણી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા એનએસયુઆઈ પ્રમુખ તરીકે હેટ્રિક મારી અને અંબાજી ખાતે ૨ દિવસીય લીડરશિપ ડેવલપમેન્ટ શિબિર “સંકલ્પ” માં તેઓ ટ્રેનિંગ પૂર્ણ કરી અને તેઓ હજુ આગામી દિવસોમાં વિદ્યાર્થી હિત માટે ની લડત લડતાં રહેશે તેવી બાહેધરી પક્ષના મવડી મંડળને આપી મોરબી પરત ફર્યા છે. ત્યારે શિબિરમાં તેઓને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ હાલ સમગ્ર ગુજરાતના માત્ર એક એવા જિલ્લા પ્રમુખ છે જે હાલમાં સતત ત્રીજી વાર પ્રમુખ પદે નિમણૂક પામ્યા છે તો દેવેન્દ્રસિંહની વરણી થતા એનએસયુઆઈમાં ખુશીનો અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

