Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા મહિલા સંચાલિત દૂધ મંડળીનો ૩૦ લાખનો ચોખ્ખો નફો

મહિલા દૂધ મંડળીની ચોથી વાર્ષિક સાધારણ સભા મળી

મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મોરબીની આજે ચોથી વાર્ષિક સાધારણ સભા માર્કેટિંગ યાર્ડ નજીકના શ્રીજી હોલ ખાતે મળી હતી જે વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષના હિસાબો રજુ કરવામાં આવ્યા હતા

મોરબી જીલ્લા મહિલા દૂધઉત્પાદક સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવ્યા હતા જેમાં ૩૯ રૂ. પ્રતિ કિલો ફેટનો ભાવ અઆપવા ઉપરાંત ૯ ટકા ડીવીડન્ડ જાહેર કરવામાં આવ્યું છે તો મહિલા દૂધ મંડળીનો ૩૦ લાખનો ચોખ્ખો નફો થયો હોવાની માહિતી સાધારણ સભામાં આપવામાં આવી હતી હાલના સમયમાં રાજ્યમાં દુધમાં ભેળસેળના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ભેળસેળથી બચવા તાકીદ કરવામાં આવી હતી અને ભેળસેળ કરનાર દૂધ ધોળી દેવામાં આવશે તેમ પણ મંડળીના અગ્રણીઓએ જણાવ્યું હતું

તો મહિલા દૂધ મંડળીમાં દુધના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન ઇનામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં વર્ષમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર પ્રથમ ક્રમને ૫૦ હજાર, દ્વિતીયને ૩૦,૦૦૦ અને તૃતીય ક્રમને ૨૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે મહિલાઓ દ્વારા સંચાલિત મોરબીની દૂધ મંડળીથી મહિલા રોજગારીને પ્રોત્સાહન મળી રહ્યું છે તો મહિલા દૂધ મંડળી માત્ર મહિલાઓને રોજગારી ના આપતા અઢળક નફો પણ કમાઈ રહી છે

મહિલા દૂધ સંઘની સાધારણ સભામાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા, પૂર્વ રાજ્ય મંત્રી જયંતીભાઈ કવાડીયા અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા તેમજ મહિલા દૂધ સંઘના પ્રમુખ હંસાબેન વડાવીયા, જીલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી, મેનેજીંગ ડીરેક્ટર ડો. પ્રાણજીવનભાઈ કુંડારિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat