Billboard ad 1150*250

ખોડલધામમાં ધ્વજા રોહણ સમારોહમાં મોરબી જીલ્લા મીડિયા પરિવાર ઉપસ્થિત રહ્યો

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સૌરાષ્ટ્રના તમામ મીડિયા પરિવારે માં ખોડલના સાનિધ્યમાં ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલે સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા પત્રકાર મિત્રો સાથે મુલાકાત કરી હતી. અને આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પત્રકાર મિત્રોએ ભેગા મળીને સંગીતના તાલે નાચતા કૂદતાં માં ખોડલને ધ્વજારોહણ કરી હતી.

બાદ નરેશભાઇ પટેલે પત્રકારો સાથે સમગ્ર ખોડલધામ કેમ્પસની પ્રદક્ષિણા કરી હતી જે બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમામ પત્રકાર મિત્રોનો નરેશભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં ખોડલધામની પ્રગતિ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમરેલી રોડ પર એક જમીન ખરીદવામાં આવી છે જ્યાં શૈક્ષણિક શંકુલ તૈયાર થવા જઈ રહ્યું છે. તદ્દ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે આ સિવાય ટ્રસ્ટ દ્વારા નાની ખીતી માટેનું નિરિક્ષણ કેન્દ્ર તૈયાર કારમાં આવી રહ્યું છે જેમાં નાની ખેતી કઈ રીતે કરવી તેનું પરિક્ષણ કરવામાં આવશે અને ત્યાર બાદ ખેડૂત મિત્રોને આ નાની ખીતી કરવા પ્રેરણા આપવામાં આવશે.તેમજ આ પ્રસંગે મોરબી જીલ્લા મીડીયા પરિવારમાંથી હરનીસભાઇ જોશી, રવિભાઈ મોટવાણી,પંકજભાઇ પટેલ તથા મોરબી જીલ્લા ખોડલધામ કન્વિનર અતુલભાઈ ભાગીયા ઉપસ્થિત રહ્યા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat