Billboard ad 1150*250

મોરબી જીલ્લા કક્ષાના ૫૦ મો એનએસએસ ડેની ઉજવણી કરાઈ

0 66
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લાકક્ષાના ૫૦ માં એનએસએસ ડેની ઉજવણીનું આયોજન મોરબીની આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને ઘડનાર મોરબી જીલ્લાના એનએસએસ કો ઓર્ડીનેટર અને રંગારંગ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને ઉજવણી દરમિયાન આકર્ષક ભૂમિકા જે એ પટેલ મહિલા કોલેજના પ્રો વનીતાબેન કગથરાએ પ્રસ્તુત કરી હતી તેમજ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

Post ad 2

        કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવર્ચન મહિલા અને બાલ વિકાસ સમિતિના ચેરમેન રેખાબેન એરવાડિયાએ આપ્યું હતું મોરબી જીલ્લાના આંગણવાડી કાર્યકર બહેનો સાથે સીડીપીઓ ભાવનાબેન ચારોલા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની ઉજવણીમાં મહિલા કોલેજ મોરબીની વિદ્યાર્થીનીઓ દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ નાટક, જંક ફૂડ અને પોષણ યુક્ત આહારની નાટક અને વેશભૂષા દ્વારા સમજણ, ફીજીકલ ફિટનેસ માટે અને લાડકી ડાંસ, પૌષ્ટિક આહાર અંગે એકપાત્રીય અભિનય, રેલી,પપેટ શો સહિતની કૃતિઓ રજુ કરવામાં આવી હતી ડી વી રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હળવદની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવો નાટક, એક પાત્રીય અભિયાન દ્વારા પર્યાવરણ બચાવો અને દેશભક્તિ ગીત તેમજ બેટી બચાવો સ્પીચ રજુ કરી હતી તેમજ આર્ટસ કોલેજ મોરબીના વિદ્યાર્થીઓ દ્વારા તલવાર રાસ, સમૂહ ગીત્ત અને ગાંધી વિચારો પર સ્પીચ આપવામાં આવી હતી

        સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સતીશ ડાંગર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ મિત્રોએ સહકાર પૂરો પાડ્યો હતો. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat