મોરબી જિલ્લાના જજોની બદલી, નવા ૧૨ જજની નિમણુક કરાઈ 

 

રાજ્યની વિવિધ અદાલતમાં કાર્યરત જજોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના જજોની પણ બદલી કરવામાં આવી છે અને મોરબી જીલ્લામાં ૧૨ નવા જજોની નિમણુક કરવામાં આવી છે

 

મોરબી જીલ્લામાં કાર્યરત જજોની બદલી કરવામાં આવી છે અને નવા ૧૨ જજો મોરબીમાં મુકાયા છે જેમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ મોરબી તરીકે પીનાકીન ચંદ્રકાંત, એડીશનલ ડીસ્ટ્રીકટ જજ સંગીતાબેન પીનાકીન જોશી, સેકંડ એડીશનલ ડીસ્ટ્રીકટ જજ વિરાટ અશોક બુધ્ધા, પ્રિન્સીપાલ જજ ફેમીલી આશા માધવજીભાઈ વનાણી, એડીશનલ સિવિલ જજ એન્ડ જેએમએફસી મોરબી જ્યોતિ વિરાટ બુધ્ધા, એડીશનલ સિવિલ જજ એન્ડ જેએમએફસી વાંકાનેર તરીકે શૈલેશકુમાર કાંતિભાઈ પટેલ, પ્રિન્સીપાલ સિવિલ જજ એન્ડ JMFC માળિયામાં અમિતકુમાર સિંઘ, એડીશ્ન સીનીયર સિવિલ જજ વિક્રમ કરશનભાઈ સોલંકી, ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ મસરૂર જાલીસ ખાન, પ્રિન્સીપાલ સિવિલ જજ મોરબી દેવીન્દ્રકુમાર અશોકકુમાર રાવલ, પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ હળવદ અનીલ નાનાલાલ ગજ્જર, એડીશનલ સીનીયર સિવિલ જજ દુર્ગેશ કનૈયાલાલ ચંદનાનીને મુકવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat