Billboard ad 1150*250

મોરબી જીલ્લા ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે નો આજે જન્મદિવસ

0 379

એસ.ટી નિગમ ના ડિરેક્ટર બીપીનભાઈ દવે નો આજે જન્મદિવસ છે .બીપીનભાઈ દવે જન્મ તા.14.10.56 ના રોજ થયો હતો તેઓ આજે તેમના જીવન ના 61 વર્ષ પૂર્ણ કરી 62 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે તેઓ સંગઠન માં તાલુકા ના મહામંત્રી થી લઇને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે 2 ટર્મ જવાબદારી નિભાવી અને ત્યારબાદ નવનિયુક્ત મોરબી જિલ્લા ના પ્રથમ પ્રમુખ તરીકે તેઓએ જવાબદારી વહન કરેલ છે. હાલ માં ગુજરાત સરકાર માં એસ.ટી નિગમ ના ડિરેકટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે સાથે સાથે કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી તરીકે પણ વર્તમાન માં જવાબદારી સંભાળી રહ્યા છે.બીપીનભાઈ દવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની દ્રષ્ટિએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે હાલ ના પ્રધાન સેવક નરેન્દ્રભાઇ મોદી સાથે સંઘશિક્ષા વર્ગ કરેલ.છે.અને નાની વયે નગરપાલિકા માં સભ્ય,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં સિન્ડિકેટ સભ્ય,પીપલ્સ બેંકમાં ડિરેકટર , અને પરિવાર ક્ષેત્ર માં વિવિધ જવાબદારી નિષ્ઠાપૂર્વક સાંભળી યશસ્વી કામગીરી કરેલ છે.બીપીનભાઈ બિનવારસી લાશ ની અંતિમ વિધિ હોઈ કે નાનો-મોટો અકસ્માત થયો હોઈ કુદરતી આફત સમયે તેઓ પોતાની ફરજ સમજી અને નિષ્ઠાપૂર્વક સેવા કાર્ય કરવા હરહંમેશ તત્પર રહે છે અને સાદગી પૂર્વ જીવન જીવવું તે તેમની આગવી ઓળખ છે…

બીપીનભાઈ દવે એ ગુજરાત પ્રદેશ ભાજપ ના સંગઠન મહામંત્રી માનનીય શ્રી વસંતભાઈ ગજેન્દ્ર ગડકરજી, માનનીય શ્રી નાથાભાઇ ઝગડા, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય શ્રી સંજયભાઈ જોશી, માનનીય શ્રી સુરેશભાઈ ગાંધી, અને હાલ ના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સહિત સૌ વડીલો ના માર્ગદર્શન હેઠળ સંગઠન માં કામ કરવાની તક મળી છે.બીપીનભાઈ દવે ના જન્મદિવસે તેમના મો.નંબર 9825521239 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat