


મોરબી જીલ્લા ભાજપ કિસાન મોરચાની કારોબારી બેઠક મિલન પાર્ટી પ્લોટ, રોકડીયા હનુમાનજીના મંદિર પાસે, મોરબી ખાતે મળી હતી આ બેઠકમાં પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઇ જેબલીયા તથા મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રભારી તેમજ મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત સરકારના પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ, જયુભા જાડેજા, પછાત વર્ગ વિકાસ નિગમ ના પૂર્વ વાઇસ ચેરમેન પ્રદીપભાઈ વાળા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા તથા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી
આ બેઠકમાં તમામ મહાનુભાવો એ જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ સરકારની ખેડૂતો માટેની યોજનાઓનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે તે માટે સૌ કાર્યકર્તાઓને યોજનાઓ ખેડૂતો સુધી લઇ જવા આહવાન કરેલ. તેમજ ઇઝરાઇલની જેમ ખેતીના અધતન સાધનોનો ઉપયોગ કરીને પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ તેમજ ખાતર અને દવાનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરીને વધુમાં વધુ પાક કઈ રીતે લઈ શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ. પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ બાબુભાઇ જેબલીયા દ્વારા તમામ મંડલના કિસાન મોરચાના પ્રમુખોને પોતાના વિસ્તારમાં એક એક હજાર વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવા કટિબદ્ધ થવા આહવાન કરેલ તેમ પ્રભારી વિજયભાઈ લોખીલ મોરબી જીલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

