મોરબી જીલ્લાની ક્રાઈમ ખબરો

માળીયાના સરવડ ગામે મારામારીમાં વૃદ્ધને ઈજા પહોંચી

માળિયાના સરવડ ગામના રહેવાસી બાલુભાઈ બેચરભાઈ સરડવા (ઉ.વ.૬૮) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે ગામના આગેવાનો સાથે ગામના પીવાના પાણી છોડવાની મીટીંગમાં ગયા હોય ત્યારે આરોપી સતીશ રમેશ વિલપરા એ ફરિયાદી વૃદ્ધને જેમ ફાવે તેમ ગાળો આપીને સમયસર પાણી છોડતા નથી તેમ કહેતા ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા અન્ય આરોપી રમેશ બચું વિલપરા અને જયંતી બચું વિલપરા રહે બધા સરવડ ઉમિયાનગર તા. માળિયા વળે વૃદ્ધને ઢીકા પાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તેને પહેરેલ જબ્બો ફાડી નાખી ખિસ્સામાં રહેલા ૧૫૦૦ રૂપિયા પાડી દીધા હતા.

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના વિસીપરામાં આવેલા કુલીનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસે દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા ઉસ્માન મુસા હલારિયા , ઉમર મોરણ માલાણી અને ફિરોજ વલીમાંમદ સામતાણી એ ત્રણને પોલીસનો જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા ૩૬૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat