મોરબી જીલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી નજીક સિરામિક એકમમાં પડી જતા બાળકનું સારવાર દરમિયાન મોત
મળતી વિગત મુજબ મોરબીના ગાળાગામ નજીક નજીક આવેલ બાલાજી સિરામિક એકમમાં થોડા સમય આગાઉ સન્નીકુમાર સંતોશપાલ નામનો ૧૪ માસનો બાળક અક્સમાતે પલંગથી નીચે પડી જતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જેનું આજ વેહેલી સવારે મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

મોરબીના ભડીયાદ નજીક યુવાને ઝેરી દવા પી જટા મોત
મોરબીના ભડિયાદ ગામેં રહેતા પ્રભુભાઈ સાવરિયા (ઉ.૨૫)નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ કાયવાહી હાથ ધરી છે.

મોરબીના ધુંટુ ગામે આધેડને મારામારીના ઈજા
મોરબીના ધુંટુ ગામે રહેતા સરમણ હરીલાલ સોલકી (ઉ.૪૨)નામના યુવાનને ગત રાત્રીના મારામારીના બનાવામાં ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

ટંકારા પોલીસ મથકમાં અજયકુમાર દિનેશભાઈ વાધેલાએ ફરિયાદ નોંધાવી છે કે સાતમ-આથમ પર કોઈ કારણોસર મેળામાં અજયકુમારના મિત્ર અને તેના સગા હોય મારામારી થયેલ હોય તે બાબતનો ખાર રાખીને કીરપ્તભાઈ જસાભાઈ બથવાર,પંકજ જસાભાઈ બથવાર અને જસભાઈ દેવાભાઈ બથવાર ત્રણેય આરોપીએ લોખંડમાં પાઈપ વડે અજયકુમારને ડાબી આંખની નીચે માર મારી જેથી તેને નાકમાંથી લોહી નીકળતા નીચે પડી જતા લાકડી વડે પગમાં મારી ઠિકા પાટુંનો માર મરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધવી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat