મોરબી જીલ્લા ક્રાઈમ ડાયરી

વાંકાનેરમાં ચાર શખ્શોએ આધેડને ધમકી આપી

વાંકાનેરના સતાપરના રહેવાસી સોમાભાઈ ગોવાભાઈ સારેસા (ઉ.વ.૫૫) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની વાડીએ કપાસમાં પાણી પાવા ગયેલ હોય ત્યારે આરોપી રમેશ ગોવાભાઈ મોટર ચાલુ નહિ કરવા બાબતે ગાળો આપી ડાબા પગે પાઈપ વતી મારી ફેકચર કરી તેમજ આરોપીઓ શારદાબેન રમેશભાઈ સારેસા, લલીતાબેન રમેશભાઈ સારેસા અને ઉર્મિલાબેન રમેશભાઈ સારેસા એ બધાએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

હળવદમાં જમીનના વિવાદમાં બઘડાટી બોલી

રાજકોટના કાલાવડ રોડ પરના રહેવાસી ચેતનભાઈ મનુભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને વિવાદિત જમીન માણેકવાડા ગામે આશરે ૩૦ વીઘા જમીન જેમાં લીંબુનું વાવેતર કરેલ હોય જેમાં આરોપી હેમંતભાઈ ભલાભાઈ કોળી રહે. માણેકવાડા, રમેશભાઈ ઘોઘાભાઇ ભરવાડ રહે. ટંકારા અને શંકરભાઈ વસાભાઇ કોળી રહે. માણેકવાડા તેમજ સાથેના ચાર અજાણ્યા માણસોએ વારાફરતી આવીને વિવાદિત જમીન ખાલી કરી નાખો અને લીંબુના ઝાડને કાપી નુકશાન કર્યું હોય તેમજ ફરિયાદીના માણસો સુરેશ અને ભૂપતને જાનથી મારી નાખવાની ધમકી આપી લીંબુ ઝાડ કાપી નુકશાની કરી એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat