

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા ચાલી રહી હોય જેમાં જીલ્લા પ્રમુખની વરણી માટે નામોની પસંદગી માટે ધારાસભ્ય અને જીલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓ દ્વારા પ્રદેશ પ્રમુખને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે
વાંકાનેર ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, તેમજ જીલ્લા પંચાયતના સદસ્યો સહીત ૧૭ અગ્રણીઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને લેખિત રજૂઆત કરી છે જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર સમાજમાંથી ઘનશ્યામભાઈ જાકાસણીયા અને અન્ય સમાજમાંથી બનાવવાના હોય તો હરદેવસિંહ જાડેજા અને લક્ષ્મણભાઈ કણઝારીયાને જવાબદારી સોપવામાં આવે તો કોંગ્રેસી વિચારધારા ધરાવતા અને વર્ષોથી પક્ષમાં કામ કરતા આગેવાનો સંગઠનને વધુ મજબુત બનાવશે અને પક્ષ વધુ મજબુત બનશે તેવી રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે જીલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી મામલે અંદરખાને ખેંચતાણ ચાલી રહી છે અને પ્રમુખની વરણીમાં પણ કોંગ્રેસનો જુથવાદ સામે આવે તો નવાઈ નહિ