મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭મી સપ્ટેમ્બરે યોજાશે

મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો સપ્ટેમ્બર-૨૦૧૮ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૭/૦૯/૨૦૧૮ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો ૧૦મી સપ્ટેમ્બર-૨૦૧૮ સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે. તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્ર્નો તેમને પહોંચતા કરવાના રહેશે તેમજ ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/રજૂઆત અંગેની અરજી ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેમ લખીને સંબંધિત ગામના તલાટી/મંત્રીને સંબોધીને પહોંચતી કરવી.

અરજી મોકલનાર અરજદારે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા, અગાઉ સંબધીત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી, અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવુ, પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરૂ નામ,/પુરેપુરૂ સરનામું, અને ફોન નંબર લખવાનો રહેશે, અરજીમાં અરજદારશ્રીની સહી હોવી જરૂરી છે,અરજીસ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે હોવી જરૂરી છે, અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે,

સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજુ કરી શકશે નહી, પ્રશ્ન અરજદારશ્રીનો પોતાનો હોવો જોઈએ-બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહી, કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી, તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબધીત મામલતદારને અરજી કરવાની રહેશે.

Comments
Loading...
WhatsApp chat