મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોએ બમણી જંત્રીનો વિરોધ કર્યો, જંત્રીમાં સુધારો લાવવા વૈકલ્પિક સૂચનો આપ્યા

જીલ્લા બિલ્ડર્સ એસો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન 

 

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જંત્રીના દર બમણા કરી દીધા હોય જે વધેલી જંત્રીના ભાવોનો બિલ્ડર એસો દ્વારા વિરોધ કરીને આવેદન પાઠવ્યું છે સાથે જ વૈકલ્પિક સૂચનો પણ આપવામાં આવ્યા છે

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોના પ્રમુખની આગેવાનીમાં આજે બિલ્ડર્સ એસોના આગેવાનોએ જીલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું જેમાં દસ્તાવેજ નોંધણી અન્વયે સ્ટેમ્પ ડ્યુટીના વપરાશ અનુસંધાને સ્થાવર મિલકતની બજારકીમત નક્કી કરવાની જંત્રી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ ૨૦૧૧ ના દર ઓચિંતા બેગણા કરતો ઠરાવ ગુજરાત સરકારના મહેસુલ વિભાગે બહાર પાડ્યો છે જેનો વિરોધ નોંધાવી જંત્રીમાં સુધારો લાવવા વૈકલ્પિક સૂચનો આપવામાં આવ્યા છે

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવેલ માંગ નીચે મુજબ છે

૧. જંત્રી સુધારવાનો શ્રેષ્ઠ રસ્તો સર્વે કરીને જંત્રીની રકમ અંગે નિર્ણય કરવો જોઈએ, રાતોરાત જંત્રીની રકમ બમણી કરવી એ યોગ્ય નથી જંત્રીમાં સર્વે કરીને બજાર મુલ્ય બાબતે સુધારો કરવા માંગ કરી છે

૨. જંત્રીમાં ભાવવધારો કરતા પહેલા આમ જનતાને કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ ત્રણ મહિના જેટલો સમય આપવો જોઈએ હાલ પુરતો આ નિર્ણય ત્રણ મહિના અથવા જ્યાં સુધી સર્વે કરીને નવી જંત્રી ના બને ત્યાં સુધી મોકૂફ રાખવા માંગ કરી છે

૩. મોરબીમાં અમુક વિસ્તારમાં જૂની જંત્રી મુજબની રકમ વાસ્તવિક કીમત કરતા પણ ઘણી વધારે છે જેના કારણે આ વિસ્તારની અંદર વિકાસ થઇ સકતો નથી જેમકે જુનો લીલાપર રોડ, વિસીપરા, જુના ઘૂટું રોડ, લાતીપ્લોટ, ત્રાજપર સહિતના વિસ્તારમાં જંત્રી રેટ ઘટાડવાના બદલે બે ગણા થાય તે યોગ્ય નથી વિસ્તારની જંત્રી મુજબની બજાર કિમતની રકમ હાલમાં છે તેમાં પણ ઘટાડો કરવો જોઈએ.

૪. લોકો દ્વારા જે કિસ્સામાં મિલકતની ખરીદી થઇ ગઈ હોય તેમાં ખરીદવાની રકમ, સ્ટેમ્પ ડ્યુટી, લોન ખર્ચ વગેરે બજેટ મુજબ ખરીદી કરેલ હોય છે રાતોરાત જંત્રી ભાવવધારાથી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં બે ગણો વધારો થતા ચુકવવાની રકમ વધી જાય જેથી તેમનું બજેટ ખોરવાઈ જાય અને રકમ ચુકવવા અસમર્થ થઇ જાય

૫. જંત્રીના ભાવ સીધા ડબલ કરવાથી ચૂકવવી પડતી ચેક મુજબની રકમ પણ બમણી થઇ જાય જેથી લોકો પોતાનું ઘર ખરીદવાની શક્તિ ઘટે જેથી રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદી આવી સકે છે

૬. બાંધકામ દર પણ બમણા કરી દીધેલ છે આર.સી. માં બાંધકામ પ્રતિ ચો.મી. ૧૯,૮૦૦ નક્કી કરેલ છે જે તદન અવાસ્તવિક છે જેથી પુનઃ વિચાર કરવો જોઈએ

૭. વર્ષ ૨૦૧૧ માં જયારે જંત્રી બનેલ ત્યારે અણધડ રીતે બનેલ છે મોરબી તાલુકાના એક જ શેઢે ત્રાજપર ગામના સર્વે નંબરની જંત્રી પણ એક બીજા કરતા બે ગણી માલૂમ પડે છે અણધડ રીતે બનેલ જંત્રીમાં ભાવ ડબલ કરવામાં આવે તો અયોગ્ય પરિસ્થિતિનું નિર્માણ થશે જેથી સર્વે કરીને જ જંત્રીમાં ભાવવધારો કરાય તેવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat