મોરબી જીલ્લા ભાજપનું સંપર્ક સે સમર્થન અભિયાન

કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષના કામકાજો અંગે લોકોને માહિતી આપવા માટે માહિતી પત્રિકા આપીને સંપર્ક દ્વારા સમર્થન અભિયાન અંતર્ગત મોરબી જીલ્લા ભાજપ અગ્રણીઓ મોરબીના આગેવાનોને મળીને મોદી સરકારના કામકાજ અંગે માહિતી આપી રહ્યા છે.

મોરબી જીલ્લા ભાજપ દ્વારા “વિશેષ સંપર્ક અભીયાન” સંદર્ભે પ્રમુખ રાઘવજીભાઇ ગડારા ના અધ્યક્ષ તથા મહામંત્રી જયોતિસિંહ જાડેજા, મોરબી શહેર મહામંત્રી રીષીપ કૈલા, જે.પી જેસવાણી, હસુભાઈ પંડયા તથા અન્ય આગેવાનો સહિત વોડૅ નં. 7 માં રહેતા જીલ્લા યુવા ભાજપ મંત્રી રૂચિર કારીયા ના ઘરે થી “વિશેષ સંપર્ક અભીયાન” નો શુભારંભ કરેલ હતો, સંપર્ક દરમ્યાન સમાજના શ્રેષ્ઠી જયરાજ ભાઈ સંપટ ની મુલાકાત લઈ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ના ચાર વર્ષ ની કામગીરી ની માહિતી પત્રિકા આપી “સંપર્ક સે સમથૅન”ની વાત રજૂ કરી હતી.

Comments
Loading...
WhatsApp chat