મોરબી જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જની જામનગર જીલ્લા પૂર્ણકાલીન વિસ્તાર તરીકે નિમણુક

આગામી લોકસભા ચૂંટણી 2019 માટે પૂર્ણકાલીન વિસ્તાર તરીકે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પૂર્ણકાલિન વિસ્તાર તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. આ વિસ્તાર યોજના 2019 અન્વયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર મુકામે બેઠેલ મળેલ હતી.

જેમાં સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને વિસ્તાર યોજના ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેલ. તદુપરાંત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરતભાઇ પંડયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી 2019 માટે પૂર્ણકાલિન વિસ્તાર તરીકે નિમણૂક કરવાની હતી.

જેમાં મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી વિજય ભાઈ લોખીલ કે જેવો પ્રભારી જિલ્લા કાર્યાલય તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, તેમજ ઉપપ્રમુખ તરીકે જીલ્લા બક્ષીપંચ મોરચા માં પણ જવાબદારી સંભાળી રહ્યા છે. અને મીડિયા સેલના જિલ્લાના ઇન્ચાર્જ તરીકે પણ કાર્યરત છે. તેઓની જામનગર લોકસભા 2019 ની આગામી ચૂંટણીઓ અનુસંધાને લોકસભાના પૂર્ણકાલીન વિસ્તાર તરીકે કરવામાં આવેલ નિમણૂકને સમગ્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમજ સૌ કાર્યકર્તાઓ, મિત્રો, ઉદ્યોગપતિઓ તેમજ પાર્ટીના સમર્થકો દ્વારા આવકારવામાં આવી રહી છે. જામનગર લોકસભા ક્ષેત્રમાં આગામી 2019 ની ચૂંટણી સુધી સતત પૂર્ણકાલીન વિસ્તારક તરીકે તેઓ જવાબદારી સંભાળશે.

Comments
Loading...
WhatsApp chat