મોરબીના આદરણા ગામે ધીંગાણું : ૫ ને ઇજા ૨૫ થી વધુ સામે ફરિયાદ

બનાવની મળતી વિગત મુજબ મોરબીના આદરણા ગામે ગત રાત્રીના ધૂન ચાલતી હતી જેમાં બળદેવભાઈ અને રણછોડભાઈ ફોન આવતા વાત કરી રહ્યા હતા તયારે તે જ ગામમાં રહેતા ગોકળભાઈ ભરવાડ, વિનોદભાઈ ભરવાડ, પંકજભાઈ ભરવાડ , રાજુભાઇ ભરવાડ, રાજુભાઇ ભરવાડ સહિત ના ૨૫ થી વધુના ટોળાને ગેરસમજ થતા બળદેવભાઈ ને ધોલધપાટ કરતા ગામના લોકો સમજવા જતા પણ ટોળું વધુ ઉશ્કેરયા અને તલવાર,ધારીયા અને લાકડી જેવા હથિયારો સાથે સમજવા આવેલા લોકો પર ટૂટી પડ્યા હતા જેમાં જલ્પેશ ઠાકરશી અધારા , ઠાકરશી ગણેશભાઈ અધારા , કાનજી છનિયારા, ચમન જીવાભાઇ અધારા અને દલપત ભીખાભાઇ સહીતના લોકો ને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા રાત્રીના સમયે ગામનું વાતવરણ તંગ બનતા ત્યાં ચુસ્ત પોલીસ બનદોબસ્ત મુકવામાં આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat