પત્રકાર સાથે ગેરવર્તન કરનાર હળવદ PSI જાડેજા સામે પગલા ભરવા મોરબી જીલ્લા પત્રકારોની જીલ્લા કલેકટરને રજૂઆત

હળવદમાં પત્રકાર સાથે અણછાજતું વર્તન કરનાર PSI જાડેજા સામે પગલા લેવા માટે મોરબી જીલ્લાનાં પત્રકારો દ્વારા જીલ્લા કલેકટર અને ડી.એસ.પી.ને રજૂઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના પત્રકાર તરીકે ફરજ બજાવતા અમારા મિત્ર મેહુલભાઈ ભરવાડ સાથે હળવદ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એ.બી.જાડેજાએ ન્યુઝ કવરેજ કરવા બાબતે અણછાજતું વર્તન કરી ગાળો આપેલ છે.આ ધટનાને મોરબી જીલ્લાના તમામ પત્રકાર મિત્રો સખત શબ્દોમાં વખોડી કાઢયો છે અને પત્રકાર સાથે ગેરવર્તન કરનાર હળવદ PSI જાડેજા સામે પગલા ભરવા મોરબી જીલ્લાના તમામ પત્રકારો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat