Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદમાં પરિસ્થિતિ હાલ કાબુમાં,મોબાઈલ ઈન્ટરનેટ રાત્રે ૧૨ વાગ્યા સુધી બંધ

ગઈકાલ રાત્રીના હળવદ નજીક થયેલ જૂથ અથડામણને પગલે હળવદ તથા આસપાસના ગામોમાં ભરેલા અગ્ની જેવી સ્થતિ જોવા મળી હતી.જૂથ અથડામણ બાદ સમગ્ર પંથકમાં દુકાનો ટપોટપ બંધ થવા લાગી અને પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.તેમજ હળવદ અને ધ્રાંગધ્રાની પરિસ્થિતિનો તાગ રાજ્ય સરકાર દ્વારા પણ મેળવવામાં આવી રહ્યો છે.આ ધટનાને ધ્યાને રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલએ આગાઉ મોરબી જીલ્લામાં સાંજના ૬ વાગ્યા સુધી મોબાઈલ નેટ બંધ રાખવા આદેશ કર્યો છે જે હવે પરિસ્થિતિ કાબુમાં રહે તે માટે રાત્રીના ૧૨ વાગ્યા સુધી નેટ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat