રાજ્યકક્ષાની રાયફલ શુટિંગ સ્પર્ધામાં દીપ પટેલે મેળવ્યું “ગોલ્ડમેડલ “




મોરબીના હરીપર(કેરાળા) ગામે રહેતા દીપ ભુપેન્દ્રભાઈ પટેલએ અનીખી સિદ્ધિ મેળવી છે.દીપ છેલ્લા ૧૧ વર્ષથી શુટિંગ સાથે જોડાયેલ છે અને દીપે સબજુનીયર થી અત્યાર સુધીમાં ૨૪ મેડલ તથા અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે અને સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્રના પ્રથમ “જુનિયર રીનઉન્સ શૂટર્સ” એવોર્ડ પણ મેળવેલ છે.તાજેતરમાં તા.૨૯ થી ૪ સુધી ૫૩મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પીયનશીપ અમદાવાદ ખાતે યોજાઈ હતી.જેમાં ગુજરાત ભરના ૮૦૦ જેટલા શૂટર્સોએ ભાગ લીધો હતો તેમાં મોરબી માંથી દીપ પટેલે ચાર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લઈને સ્ટાન્ડડ પિસ્તોલમાં ૨૫ મીટરે ૨૬૪ પોઈન્ટ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને “ગોલ્ડમેડલ” મેળવીને પટેલ સમાજ,મોરબી જીલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું
.

