મોરબી ડી.સ્ટાફે વાવડી રોડ પરથી જુગાર રમતા ૬ને ઝડપ્પા

મોરબી ડી.સ્ટાફને વાવડી રોડ,ગણેશનગરમાં જનકભાઈ લાભુભાઈ ઠાકરિયા(ગઢવી)ના ઘરમાં જુગાર રમતા હોવાની ખાનગી બાતમી આધારે પી.આઈ. વી.વી.ઓડેદરાની આગેવાનીમાં ડી.સ્ટાફે દરોડો પડતા મકાન માલિક જનક લાભુભાઈ ગઢવી,ધર્મેન્દ્ર છનુંભા ઝાલા,વિશાલદિપસિંહ મહાવીરસિંહ જાડેજા,જૈવીરસિંહ ભરતસિંહ પરમાર,રાજદીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને યાકુબખાન અબ્દુલખાન એમ ૬ આરોપીને ૫૭૧૦૦ણી રોકડ રકમ સાથે ઝડપી પડ્યા છે.મોરબી એ.ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat