

મચ્છુ ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવકને લીધે સલામતી માટે મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવાની ફરજ પડી હતી.જેના લીધે માળીયા(મી) તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.આજ રોજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેમની ટીમ દ્વારા માળીયા(મિ) તાલુકાના હરિપર, ફતેપર અને કાજરડા ગામમાં અસરગ્રસ્તોને કરિયાણા કીટ તેમજ આર્થિક સહાય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ઘરે ઘરે જઈ ને ૧૨૦૦ જેટલા ઘરોને પુરી પાડી હતી.આ પ્રસંગે સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિતિ રહ્યા હતા.આ ઉમદા કાર્ય બદલ કાંતિભાઈ અમૃતિયા અને તેમની ટીમનો આભાર મનાઈ રહ્યો છે.