જોખમ ન ખેડવા તથા અફવાથી દુર રહેવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની અપીલ

પૂરગ્રસ્ત લોકો માટે ૫૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરાયા

મોરબી માળીયા ધારાસભ્યશ્રીકાંતિભાઈ અમૃતિયાની યાદી જણાવે છે કે ઉપરવાસમાં અતિ ભારે વરસાદને લઈને મચ્છુ-૨ ડેમના 28 દરવાજા ખોલવાની ફરજ પડી છે,મચ્છુ નદી બે કાંઠે ચાલી રહી છેવર્ષ 1979 પછી કદાચ આ પ્રથમબનાવ હશે કે મચ્છુ નદીનુંજળસ્તર આટલું ઊંચું આવ્યું હોય

મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ડેમ ની પરિસ્થિતિ પારખી તંત્ર ને એલર્ટ કરી દીધું છે.રાત્રે 2.00 વાગ્યા થી અસરગ્રસ્તોનું સલામત સ્થળ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

અંદાજે 5000 લોકો માટે ફૂડપેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી નગરજનોને ખોટા સાહસના કરવા અને કોઈ પણ પ્રકારનું જોખમ ના લેવા તથા અફવાથી દૂર રહેવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની વિનંતી છે.મોરબી કલેકટર સિંચાઈ ખાતાના અધિકારીઓ સચેત છે અને સલામતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

સમગ્ર પરિસ્થિતિ પર ધારાસભ્ય કાંતિભાઈ ચાંપતી નજર રાખી રહ્યા હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat