મોરબીમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન કરનાર પર તંત્રની તબાહી .જોવો અહેવાલ ?

ગેરકાદેસર ખનીજ ભરેલી ૧૦ ટ્રકો ડીટેઈન કરી - ખાણખનીજ ટીમ

મોરબી પંથકમાં ખનીજ ચોરીનું દુષણ વધી રહ્યું છે. રોયલ્ટી ચોરી તેમજ ઓવરલોડેડ વાહનોની સમસ્યા પ્રતિદિન જોવા મળી રહી છે ત્યારે ખનીજચોરો પર તબાહી ઉતારવા માટે ખાણખનીજ ટીમે કમર કસી છે. આજે વહેલી સવારથી પેટ્રોલિંગ કરીને ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતી ૧૦ ટ્રકો ડીટેઈન કરવામાં આવી છે.મોરબી ખાણખનીજની ટીમ દ્વારા આજે વહેલી સવારે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખનીજ ચોરી રોકવાના ઉદેશથી સવારે ૫ વાગ્યાથી ખાણખનીજ ટીમે હાઈવે પર ધામા નાખ્યા હતા અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોય જે દરમિયાન હાઈવે પરથી પસાર થતી વ્હાઈટ કલે, પ્રોસેસ કલે, રેતી સહિતની ખનીજ ભરેલી ટ્રકો જેમાં રોયલ્ટી ભર્યા વિના જ ખનીજ પરિવહન કરીને સરકારને રોયલ્ટીનો ધુંબો મારવામાં આવી રહ્યો હોય, ચેકિંગ દરમિયાન આવી ૧૦ ટ્રકો ખાણખનીજ ટીમ દ્વારા ડીટેઈન કરવામાં આવી હતી જે તમામ મુદામાલ બી ડીવીઝન પોલીસને સોપીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. ખનીજની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાથી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Comments
Loading...
WhatsApp chat