Billboard ad 1150*250

મોરબીમાં ૧૩.૬૦ કરોડ છેતરપીંડી કેસમાં મહિલા સહીત ત્રણ આરોપીના જામીન નામંજૂર

0 71
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના પટેલ વેપારી સાથે કરોડોની છેતરપીંડી કેસમાં મુખ્ય સુત્રધાર સહીત ચાર આરોપીને ઝડપી લેવાયા છે જેમાં બે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આજે મહિલા સહિતના બંને આરોપીને જેલહવાલે કરાયા છે   

મોરબીના વેપારી વિજયભાઈ ગોપાણીએ આરોપી ડો. વસંત કેશુભાઈ ભોજવિયા, પ્રદીપકુમાર કારેલીયા, જયેશ ઉર્ફે રોહિત સોલંકી અને ફાઈનાન્સ અધિકારી તરીકે ઓળખાવેલ વ્યક્તિ તેમજ રચના સિંધ એમ પાંચ સામે ૧૩.૬૦ કરોડ રૂપિયાની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી કરોડોના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપી ઠગાઈ કરવામાં આવી હોય જે કેસની તપાસ મોરબી એસઓજી ટીમને સોપવામાં આવી હોય અને એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ દ્વારા ચીટીંગ કેસમાં આરોપી ડો. વસંત ભોજવિયા, જયેશ ઉર્ફે રોહિત સોલંકી, ફાયનાન્સ અધિકારી તરીકે ઓળખ આપનાર અમરકુમાર રામકુમાર ઠાકુર અને રચના સિંધ તેનું સાચું નામ પરમેશ્વરી ઉર્ફે પરી સુરેશભાઈ ગોહિલ હોય એમ ચાર આરોપીને ઝડપી લેવાયા છે

કરોડોના ચીટીંગ કેસમાં ઝડપાયેલા આરોપી પૈકીના જયેશકુમાર ઉર્ફે રોહિત કાનજીભાઈ સોલંકી, પરમેશ્વરી ઉર્ફે પરી સુરેશભાઈ ગોહિલ અને અમરકુમાર ઠાકુર એમ ત્રણ આરોપીએ આજે બીજા એડીશનલ સેશન્સ જજ મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને સરકારી વકીલ ડી આર આદ્રોજાની દલીલોને પગલે કોર્ટે ત્રણેય આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat