

રાજકોટ-મોરબી ડેમુ ટ્રેનને આજે સાંજના સમયે અકસ્માત નડ્યો હતો. ડેમુ ટ્રેન રફાળેશ્વર નજીક પહોંચી ત્યારે રેલ્વે ટ્રેક પર ગાય આડી ઉતરતા ડેમુ ટ્રેનની ઠોકરે ગાયનું કમકમાટીભયું મોત નીપજ્યું હતું તેમજ અકસ્માતને પગલે ડેમુ ટ્રેનનું એન્જીન પણ ખોટવાઈ જતા ટ્રેન થોડીવાર માટે અટકી પડી હતી જોકે ડેમુ ટ્રેનના ડ્રાઈવર દ્વારા તુરંત વાંકાનેર જંકશનમાં જાણ કરવામાં આવતા ટ્રેનનું એન્જીન થોડીવારમાં પહોંચી ગયું હતું અને ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી. અકસ્માતમાં ટ્રેનના તમામ મુસાફરો સલામત હોવાનું જાણવા મળ્યું હતું જોકે ગાયના મોતને પગલે ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.