Billboard ad 1150*250

મોરબી : ૩૨-ક માંથી દસ્તાવેજ છોડાવવા યોગ્ય કરવા અરજદારની માંગ

0 141
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી શાખાને રજૂઆત

        મોરબીની નાયબ કલેકટર કચેરીમાં દસ્તાવેજ છોડાવવા બાબતે અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય જે મામલે અરજદારે સ્ટેમ્પ ડ્યુટી શાખાના નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરી છે

        ટંકારાના ભૂતકોટડા ગામના રહેવાસી અમરશીભાઈ પીતાંબરભાઈ ચોધરીએ ખેતીની જમીનના અસલ દસ્તાવેજ ૩૨-ક માંથી છોડાવવા માટે અરજી કરી હોય છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગત તા. ૧૩-૦૫ ના રોજ નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી શાખા મોરબીને લેખિત રજૂઆત કરી હતી અને અસલ દસ્તાવેજ માટે યોગ્ય કાર્યવાહી કરીને દસ્તાવેજ પરત કરવા માટે અરજ કરી હતી જોકે આમ છતાં પણ દસ્તાવેજ મળ્યો નથી અને આ અંગે અરજદાર પાસેથી મળતી માહિતી મુજબ દસ્તેવેજ નોંધણી માટે જે તે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં થયેલી ક્ષતિને પગલે દસ્તાવેજ મળ્યો ના હોય અને હાલ તેઓ સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ છોડાવવા માટે અરજી કરી છે જોકે કચેરીમાંથી યોગ્ય જવાબ મળતો ના હોય જેથી અરજદાર પરેશાન છે અને તેને દસ્તાવેજ મળે તેવી માંગ કરી રહ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat